રાજપીપળા કોર્ટમાં જતા વકીલોને પોલીસ દ્વારા પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા અને તેમની સાથે બેહુદું વર્તન કરવામાં આવ્યું હતું. આ ઘટનાને બાબરા બાર એસોસિએશને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે અને આ મુદ્દે ગુજરાત બાર કાઉન્સિલ, અમદાવાદને પત્ર લખી ઉગ્ર રજૂઆત કરી છે. બાબરા બાર એસોસિએશનના પ્રમુખ દ્વારા લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, પોલીસની આ કાર્યવાહી સમાનતાના અધિકારનો સ્પષ્ટ ભંગ કરે છે, તેમજ એડવોકેટ એક્ટની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે. પત્રમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે, રાજપીપળામાં વકીલોને તેમના અસીલને મળવા માટે રોકવામાં આવતા સીધી રીતે લોકતંત્ર પર નકારાત્મક છાપ પડે છે.






































