ઉનાનાં રાજપરા ગામનાં માછીમાર દરિયાઇ સીમાનાં ઊંડા પાણીમાં ફીશીંગ બોટમાં માછીમારી કરતો હોય ત્યાં અચાનક તબિયત લથડતા માછીમારનો જીવ બચાવવા પીપાવાવ કોસ્ટગાર્ડની મદદ માંગતા તાત્કાલિક ઈમરજન્સી રેસ્ક્યુ ટીમે દરિયા વચ્ચે પહોંચી બોટમાં રહેલાં માછીમારને સારવાર આપી જીવ બચાવ્યો હતો.