ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહની ચેતવણી બાદ પાકિસ્તાન તરફથી ઝેરી નિવેદનોનો પ્રવાહ શરૂ થઇ ગયો છે. રાજનાથ સિંહના ચેતવણીભર્યા નિવેદનથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને ભારતીય સંરક્ષણ પ્રધાનના નિવેદનને બેજવાબદાર અને ઉશ્કેરણીજનક ગણાવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારતીય સંરક્ષણ પ્રધાનના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી, “પાકિસ્તાન પણ ભારતીય આક્રમણનો જવાબ આપવા માટે તૈયાર છે”.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારના રોજ પાકિસ્તાન અને અન્ય વિરોધીઓને ચેતવણી આપી હતી કે, ‘નવું ભારત’ શાંતિને અસ્થિર કરનારી શક્તિઓને જડબાતોડજવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. “પાકિસ્તાન ભારતમાં
શાંતિને અસ્થિર કરવાના તમામ પ્રયાસો કરે છે, પરંતુ અમે તેમને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, અમે જવાબીકાર્યવાહી કરીશું.” આ એક નવું અને શક્તિશાળી ભારત છે.
ભારતીય રક્ષા મંત્રીની ચેતવણી બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે અને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારતીય સંરક્ષણ મંત્રીના નિવેદનને ફગાવી દીધું છે. જોહેર કરાયેલા એક નિવેદનમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ભારત સરકાર પર “પડોશીઓ તરફ આંગળી ચીંધીને જુઠ્ઠાણા અને કલ્પનાઓમાં શામેલ”હોવાનો આરોપ મૂક્યો હતો. પાકિસ્તાની નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેમની પાયાવિહોણી ટિપ્પણીઓ એક તરફ ભ્રામક છે અને બીજી તરફ તેના પાડોશીઓ પ્રત્યે ભારતની વિશિષ્ટ દુશ્મનાવટ દર્શાવે છે.
ઉલ્લેખીય છે કે, ૧૯૪૭માં અંગ્રેજોથી આઝાદી મળી ત્યારથી, પરમાણુ હથિયારોથી સજ્જ ભારત અને પાકિસ્તાન ત્રણ પૂર્ણ યુદ્ધ લડી ચૂક્યા છે અને ત્રણેય યુદ્ધમાં પાકિસ્તાન હારી ગયું છે. કાશ્મીરના વિવાદિત ક્ષેત્રમાં ૨૦૧૯ના સૈન્ય સ્ટેન્ડઓફથી સંબંધો લગભગ બંધ થઈ ગયા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય જ નહીં, પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફે પણ ભારત અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પાકિસ્તાનના એનએસએએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિટલર બાદ વિશ્વના સૌથી મોટા ફાસીવાદી નેતા ગણાવ્યા છે. આ સાથે પાકિસ્તાની દ્ગજીછએ પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનમાં એકતાના અભાવ પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, કાશ્મીરના મુદ્દે રાષ્ટ્રીય હિત માટે પાકિસ્તાનમાંએકતા કેળવવી જરૂરી છે. પાકિસ્તાનના એનએસએએ પણ કાશ્મીર વિશે ઝેરી નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે, ભારતીય કાશ્મીરમાં માનવાધિકારોનુંઉલ્લંઘન થઈ રહ્યું છે.