સુપ્રીમ કોર્ટમાં સોમવારે કેન્દ્ર સરકારે મોટી વાત કહી છે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ કોર્ટમાં કહ્યું કે દેશદ્રોહના કાયદાની જાગવાઈઓ પર પુનવિચારણા કરવા અને તપાસનો નિર્ણય કર્યો છે. સરકારે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે આ મામલા પર સુનાવણી ત્યાં સુધી ન કરવામાં આવે જ્યાં સુધી સરકાર તપાસ ન કરાવી લે. સુપ્રીમમાં દાખલ કરેલા એફિડેવિટમાં સરકારે કહ્યું કે દેશદ્રોહ પર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૪એની કાયદેસરતાની તપાસ અને પુનવિચારણા કરવામાં આવશે.
સર્વોચ્ચ કોર્ટમાં દાખલ એફિડેવિટમાં સરકારે કહ્યું કે પીએમ મોદીના દ્રષ્ટિકોણમાં જ્યારે દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થઈ રહ્યાં છે, ગુલામીના સમયમાં બનેલા દેશદ્રોહના કાયદા પર પુનઃવિચારણા કરવાની જરૂર છે. તેમાં કહેવામાં આવ્યું કે- દેશદ્રોહના કાયદાને લઈને વ્યક્ત કરવામાં આવેલા વિરોધની ભારત સરકારને જાણ છે. ઘણીવાર માનવાધિકારને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવે છે. પરંતુ તેનો ઉદ્દેશ્ય દેશની એકતા અને અખંડતાને જાળવી રાખવાનો હોવો જાઈએ.
એફિડેવિટમાં કહેવામાં આવ્યું કે, હવે સમય આવી ગયો છે કે આઈપીસીની કલમ ૧૨૪છ ની જાગવાઈઓ પર પુનઃવિચારણા કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને અપીલ કરી કે તપાસની પ્રક્રિયા દરમિયાન તે કાયદાની વૈધતાની તપાસ કરવામાં સમય ન બગાડે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરી વસાહતી સમયગાળામાં બનાવેલા કાયદાની તપાસ કરવાની વાત કહેવામાં આવી છે. કેન્દ્ર સરકારે તેનો જવાબ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે.
મહત્વનું છે કે આ પહેલાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રએ કહ્યું હતું કે આ કાયદાની સમીક્ષાની જરૂર નથી. કેન્દ્રએ સુપ્રીમમાં અપીલ કરી હતી કે દેશદ્રોહના કાયદા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને રદ્દ કરી દેવામાં આવે. મહત્વનું છે કે દેશદ્રોહના કાયદા વિરુદ્ધ અરજી કરનારમાં એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા પણ સામેલ છે.