બિહાર ચૂંટણીમાં એનડીએના તોફાનથી બધું જ ઉડી ગયું છે અને એનડીએ ગઠબંધને ભારે જીત હાંસલ કરી છે . આ વખતે, ઘણા સમીકરણો તૂટી ગયા.રાજદનો એમવાય ગઢ પણ ટકી શક્યો નહીં, એટલે કે મુસ્લિમ અને યાદવ મતદારો પણ વિભાજિત થયા, અને ભાજપને આનો સંપૂર્ણ ફાયદો થયો. જદયુ અને ભાજપે ઘણી બેઠકો જીતી જ્યાં યાદવ અને મુસ્લિમ મતદારો નોંધપાત્ર સંખ્યામાં છે. જાહેર થયેલા આંકડા રાજદ માટે ખૂબ જ ચિંતાજનક છે.ચૂંટણી પંચના ડેટા અનુસાર, બિહારમાં કુલ ૩૯ મુસ્લિમ બહુમતી ૨૭ બેઠકો જીતી  છે. મહાગઠબંધન ફક્ત ૬ બેઠકો જીતી શકી  છે.બિહારમાં કુલ ૧૨૬ બેઠકો છે જ્યાં યાદવ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પાછલી ચૂંટણીઓમાં, આ વોટ બેંક આરજેડી પાસે જતી હતી, પરંતુ આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. મહાગઠબંધનની સ્થિતિ ઘણી ખરાબ છે, ફક્ત ૨૨ બેઠકો પર જ લીડ જાળવી રાખવામાં સફળ રહી છે. આનો અર્થ એ થયો કે તેજસ્વી યાદવ પોતાની પરંપરાગત વોટ બેંક પણ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા છે.આ વખતે બિહારના દરેક ક્ષેત્રમાં એનડીએને નોંધપાત્ર ફાયદો થયો છે. સીમાંચલ હોય, મિથિલા હોય કે મગધ પ્રદેશ હોય, એનડીએ દરેક જગ્યાએ દેખાઈ રહ્યો છે. દરેક ક્ષેત્રમાં ૬ થી ૧૫ બેઠકોનો ફાયદો જાવા મળી રહ્યો છે. મહાગઠબંધનમાં રહેલા પક્ષોની સ્થિતિ ઘણી ખરાબ છે.