રાજકોટમાં બોગસ રીતે મેડિક્લેમ પકવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં થયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી દર્દી મયુર છુંછાર જે દેવામાં ડૂબેલો હતો, તેણે ડો. અંકિત સાથે મળીને આ યોજના ઘડી હતી અને ખોટા દસ્તાવેજા રજૂ કરીને ૪૦ લાખ રૂપિયાનો દાવો કર્યો હતો. જેમાંથી, મેડિક્લેમ પાસ થયા બાદ ડો. અંકિતને ૧૦ લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું. જ્યારે નકલી મેડિકલ રિપોર્ટ તૈયાર કરવા માટે ૫૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી કુલ ૫ આરોપીઓની ધરપકડ કરી અને તેમને રિમાન્ડ પર લેવા માટે કાર્યવાહી કરી રહી છે.
આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે દર્દી હોવાનો દાવો કરનારા મયુર છુંછારે ૪૦ લાખ રૂપિયાનો દાવો કર્યો હતો. આમાં તેણે ફિઝિયોથેરાપિસ્ટ ડો. અંકિત સાથે મળીને ખોટો રિપોર્ટ તૈયાર કર્યો હતો. ૪૦ લાખ રૂપિયાનો મેડિક્લેમ મંજૂર થયા પછી ડો. અંકિતને ૧૦ લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે અંકિતે હોસ્પિટલની ખોટી ફાઇલો અને ખોટા દસ્તાવેજા બનાવ્યા હતા, જેમાં તેને શ્રી સમર્પણ હોસ્પિટલના કર્મચારી ભાવિક માંકડે મદદ કરી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે રાત્રે ડાક્ટર ગયા પછી આરોપી દર્દી મયુરને તેના ઘરે મોકલી દેતો હતો અને સવારે ડાક્ટર આવે તે પહેલાં પોતે હોસ્પિટલમાં આવી જતો હતો. આરોપી ભાવિકે સમર્પણ હોસ્પિટલની નકલી ફાઇલો બનાવવામાં મયુર અને અંકિતને મદદ કરી હોવાનું સામે આવ્યું છે.
આરોપી હિતેશે તેના પરિચિત આરોપી હિમાંશુ રાઠોડને જે સહયોગ ઇમેજિંગમાં કામ કરે છે, તેને ૨૫૦૦ રૂપિયા આપી નકલી સ્ઇૈં રિપોર્ટ તૈયાર કરાવડાવ્યો. આ બધા નકલી દસ્તાવેજાને સાચા જાહેર કરી મેડિક્લેમનો દાવો કરવામાં આવ્યો હતો, જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે દર્દી મયુર છુંછાર, ડો. અંકિત કાથરાણી, હોસ્પિટલનો કર્મચારી ભાવિક માંકડ, હિમાંશુ રાઠોડ, હિતેશ રવૈયાની ધરપકડ કરી છે.
ગાંધીગ્રામની સમર્પણ હોસ્પિટલમાં રૂપિયા ૪૦ લાખના મેડિક્લેમ પકવવાનું ષડયંત્ર રચાયાની અમદાવાદના ડાક્ટર રશ્મીકાંત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડમાં હોસ્પિટલકર્મી અંકિત કાથરાણી મુખ્ય સૂત્રધાર હોવાનો ખુલાસા થયા બાદ પોલીસ તપાસ શરૂ થઈ હતી.
રાજકોટનાં ગાંધીગ્રામમાં સમર્પણ હોસ્પિટલનું બોગસ રીતે મેડિક્લેમ પકવવાનું કાવતરૂં રચાયાનાં કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દર્દીને પેરાલિસિસની અસર બતાવી કાગળો તૈયાર કરવામાં આવ્યાં હતા. એક ડો. મેહુલ સોલંકીનો ડાબી બાજુ પેરાલિસિસનું અને બીજા ડો. મનોજ સિડાએ જમણી બાજુ અસર હોવાનું નિવેદન આપ્યું હતું. દર્દી મયુર છુંછારનો પેરાલિસિસની અસરનો બોગસ રિપોર્ટમાં બે અલગ-અલગ કન્સલ્ટેશનના કાગળો રજૂ થતા ભાંડો ફૂટ્યો હતો. સહયોગ ઈમેજીનના બોગસ એમઆરઆઇના રિપોર્ટ પણ રજૂ કરાયા હતા. સમગ્ર મામલે અમદાવાદના ડો. રશ્મીકાંત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હોસ્પિટલકર્મી અંકિત કાથરાણી મુખ્ય સૂત્રધાર હોવાનો ખુલાસો થયો હતો, જેમાં પોલીસને સફળતા મળી છે.









































