રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ અને જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન અમરેલી એલ.સી.બી. ટીમે બાતમીના આધારે રાજુલા તાલુકાના હિંડોરણા ગામેથી આરોપી સુનીલ વિનુભાઈ સોલંકી (ઉં.વ. ૨૬) ને પકડી પાડ્યો છે. આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે લાંબા સમયથી નાસતો ફરતો હતો, જેને અંતે હિંડોરણા ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી હિંડોરણામાં પેટ્રોલ પંપ પાછળ રહેતો હતો અને તે મૂળ વડિયા તાલુકાના મોટા ઉજળા ગામનો રહેવાસી છે.










































