રાજકોટ લોકસભાના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ અમરેલી ખાતે સા.કુંડલા રોડ પર આવેલી એક શાળામાં મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.
પરેશભાઈ ધાનાણીએ આ વખતે રાજકોટ લોકસભાની કોંગ્રેસ બેઠક પર ચૂંટણી લડી રહ્યાં છે ત્યારે તેઓએ અમરેલી ખાતે આવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.