દિવાળીની તહેવાર નજીક આવી રહ્યો છે અને આ તહેવાર ઉજવવા માટે લગભગ નોકરિયાત લોકોને રજા મળતી હોય છે અને પોતાનો બિઝનેસ ચલાવતા લોકો પણ ધંધો બંધ કરીને આ તહેવારની ઉજવણી પરિવાર સાથે કરતાં હોય છે. એવામાં આ દિવાળી પર રાજકોટમાં આવેલા વિવિધ માર્કેટ યાર્ડમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.
રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા પરિપત્ર બહાર પાડી રજાની જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ ૩૦ ઓક્ટોમ્બરથી ૭ દિવસની રજાઓ જાહેર કરવામાં આવી છે.
રાજકોટમાં આવેલા વિવિધ માર્કેટ યાર્ડમાં આ મિનિ વેકેશન એટલે કે ૭ દિવસ સુધી તમામ નાના મોટા કામો બંધ રહેશે. પરિપત્ર અનુસાર રાજકોટનું મુખ્ય યાર્ડ બેડી યાર્ડ ૩૦ તારીખથી ૫ તારીખ સુધી બંધ રહેશે, તો શાકભાજી વિભાગ તારીખ ૧થી ૫ સુધી બંધ રહેશે.
દિવાળી તહેવાર દરમિયાન યાર્ડમાં પણ વેકેશન પડ્યું છે અને રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં સાત દિવસનું દિવાળી વેકેશન રહેશે જેમાં ધન તેરસે હરાજી થયા બાદ યાર્ડનું કામકાજ બધં થશે ત્યારબાદ લાભ પાંચમે મુહર્તના સોદા સાથે યાર્ડ ખુલશે.