ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) અને પેરોલ ફર્લો સ્કવોડે સંયુક્ત કાર્યવાહી કરીને રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા અને પેરોલ રજા પરથી ફરાર થયેલા કેદીને ઝડપી પાડ્‌યો છે. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીના આધારે એલસીબીની ટીમે વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રકાશભાઇ કાલીદાસ ડાલકી નામના કેદીને પકડી પાડ્‌યો હતો. આ કેદી વેરાવળ કોર્ટના વિવિધ ગુનાઓમાં સજા ભોગવી રહ્યો હતો અને એક મહિનાથી પેરોલ પરથી ફરાર હતો. આ સફળ કામગીરીમાં એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવ અને તેમની ટીમ તેમજ પેરોલ ફર્લો સ્કવોડ અને મિસિંગ પર્સન સ્કવોડના કર્મચારીઓ જોડાયા હતા. પોલીસે પકડાયેલા કેદી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.