માર્ગ અને ગૃહનિર્માણ વિભાગના એક અધિકારી ભાવનગરના પ્રવાસેથી પરત ફરતી વખતે કાર પુલ પરથી પડતાંઅધિકારી અને ડ્રાઈવરનું મોત થયું છે. રાજકોટ-ભાવનગર રોડ પર મહિકા નજીક અકસ્માત થયો હતો. અધિકારીની બોલેરો કાર ૪૦ ફૂટની ઊંચાઈથી પડીને પુલ નીચે પડતા અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ૫ જૂનનાં રોજ રાજકોટ-ભાવનગર રોડ પર મહિકા નજીક માર્ગ અને મકાન વિભાગની એક કાર ૪૦ ફૂટની ઊંચાઈ પરથી પુલ નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં અધિકારી અને ડ્રાઈવર બંનેનું મોત નિપજ્યું હતું. અધિકારી ભાવનગર પ્રવાસે ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. માર્ગ અને મકાન વિભાગના એક ટેકનિકલ અધિકારી ગુરુવારે ભાવનગરથી પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન, ડ્રાઇવરે અચાનક પુલ પર વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર પુલ પરથી નીચે પડી ગઈ, જેના કારણે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. બંનેના મૃતદેહ આખી રાત કારમાં જ રહ્યો હતો. બાદમાં સવારે નજીકના લોકોને આ વાતની જાણ થઈ અને તેમણે પોલીસનો સંપર્ક કરતા સમગ્ર ઘટનાની જાણ થઈ છે