વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગગ કમિટીના ચેરમેન દ્વારા અધિકારીઓને સુચના આપવામાં આવી છે કે, ૧૦ દિવસના સમયમાં નોનવેજની લારીઓ હટાવવામાં આવે. આ પ્રકારનો નિર્ણય અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગગ
કમિટીના ચેરમેનના આદેશ બાદ હવે વડોદરા મનપાના અધિકારીઓને નોનવેજની લારી ધરાવતા લોકોને નોટીસ આપશે. આ નોટીસમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તેઓ રસ્તા પર નોનવેજની લારી રાખી શકશે નહીં અને લારી પર જે રીતે નોનવેજ લટકાવવામાં આવે તે પણ લટકાવી શકાશે નહીં. જો લારીવાળા આ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ નોનવેજની લારીઓમાં મચ્છી મટન કે, પછી આમલેટની લારીઓનો સમાવેશ થાય છે.
વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલે અધિકારીઓને જણાવ્યું છે કે, વડોદરામાં મટન કે, મચ્છીની દુકાન ધરાવતા વેપારીઓ જે રીતે જોહેરમાં મટન લટકાવીને તેનુ વેચાણ કરે છે તેને અટકવીને અન્ય રીતે વેચાણ થાય તેવી વ્યવસ્થા કરવાની સુચના આપવામાં આવે. તેમને એવા પણ આદેશ આપ્યા છે કે, રસ્તા પર ખોદકામ કરીને જે ઓપ્ટીકલ ફાયબર કેબલ નાંખવામાં આવ્યા છે તેના ભાડાની આવક પણ વસૂલવામાં આવે. સાથે શહેરમાં જે જગ્યા પર કાયમી ધોરણે પા‹કગ થાય છે તે જગ્યા પર પા‹કગના ચાર્જ વસુલવાની પણ સુચના આપવામાં આવી છે.
આ બાબતે કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, આ નિર્ણય નીચલી માનસિકતાનો નિર્ણય છે. કોઈ પણ વ્યÂક્તને ક્યો ધંધો કરવો તે ભાજપ નક્કી ન કરી શકે. ભાજપના નેતાપઓ ૨૦૧૪થી અત્યારે રોજગાર આપવામાં નિષ્ફળ રહ્યા છે. વડોદરામાં ૧૮થી ૨૨ લાખની વસ્તી છે. બહારથી આવતા ૧૦% લોકો લારી પર ખોરાક કરતા હોય છે. હું એક હિંદુ છું લગભગ ૮૦% હિંદુઓનો ખોરાક પણ વેજ અને નોનવેજ બન્ન છે. એટલે કોઈ પણ રોજગારમાં નોનવેજની લારી દેખાવથી શું થાય તે મને ખબર નથી પડતી. શું ભાજપના નેતાઓ નોનવેજ નથી ખાતા. તો એવું હોય તો આખા ભારતમાં નોનવેજ બંધ કરી દો અને ક્યા કાયદામાં લખ્યું છે કે, નોનવેજ વેચતા લોકોને લારી ન રાખવી.
મહ¥વની વાત છે કે, અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રાજકોટના નાયબ કમિશનર એ.આર. સિંહ તેમની ટીમ સાથે રાઉન્ડમાં નીકળ્યા હતા અને તેમને યુદ્ધના ધોરણે નોનવેજની લારીઓ બંધ કરાવી હતી અને તેમાંથી ૪ લારીઓને જપ્ત કરી હતી.