રાજકોટ-દીવ રૂટની એસટી બસ કોડીનાર પહોંચાડવામાં ૭ કલાક જેવો લાંબો સમય લેતી હોય, મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ બસ જા નિયમિત નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે તેવી મુસાફરોએ ચીમકી ઉચ્ચારી છે. આ બસનો રાજકોટથી ઉપડવાનો સમય બપોરે ૧ર વાગ્યાનો છે પરંતુ મોટેભાગે સાડા બાર કે પોણા વાગ્યે ઉપડતી હોય જેના કારણે મુસાફરો નિયત સમયે જે-તે સ્થળે પહોંચી શકતા નથી અને તેમના કામોમાં અડચણ ઉભી થાય છે. એક તરફ બસ મોડી ઉપડે છે અને રસ્તામાં હોલ્ડ પણ લાંબા સમય સુધી કરતા હોય જેના કારણે આ બસ કોડીનાર પોણા છ વાગ્યે આવવી જાઇએ તેના બદલે સાત વાગ્યા આસપાસ પહોંચે છે. સમયની અનિયમીતતાના કારણે મુસાફરોએ મોંઘા ભાડા ચૂકવી ખાનગી વાહનનો આશરો લેવો પડે છે.