રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ફાયર કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટુ અરજીની સુનાવણી થઈ હતી. જેમાં આજે હાઇકોર્ટે મ્યુનિ. કમિશ્નર દ્વારા દાખલ કરેલ સોગંદનામું અસ્વીકાર્ય ગણીને પાછું ખેંચ્યું હતું. હાઈકોર્ટે કહ્યું, જા કોર્ટ એફિડેવિટ જાશે તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. રાજકોટ મ્યુનિ. કમિશનરે પોતાની ભૂલ સ્વીકારી ન હતી અને માફી પણ માંગી ન હતી.
કોર્ટે આજે પૂછ્યું કે અમદાવાદની શ્રેયા હોસ્પિટલમાં આગની ઘટના બાદ પીઆઈએલ પર કોર્ટ દ્વારા શું સૂચનાઓ આપવામાં આવી હતી. રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે તેનું પાલન કરવા એફિડેવિટ કરી હતી. તેમાં કાયમી અને કામચલાઉ બાંધકામને લગતા નિયમોનો પણ ઉલ્લેખ છે. તેના બે વર્ષ બાદ રાજકોટમાં આગની આ ઘટના બની હતી. આથી હવે મ્યુનિસિપલ કમિશનર પોતે કશું જાણતા નથી તેમ કહીને છટકી શકે તેમ નથી. મોનીટરીંગની જવાબદારી કમિશનરની છે. કમિશનરે તપાસ કરવી જાઈએ કે નિયમો મુજબ બીયુની મંજૂરી છે કે કેમ? ભલે તે ગૌણ વિભાગ દ્વારા સંચાલિત હોય.
આ એફિડેવિટ કયા મ્યુનિસિપલ કમિશનરે કરી છે તે મહત્વનું નથી. જા કોર્ટ સમક્ષ એફિડેવિટ આપવામાં આવે તો તેના પર કાર્યવાહી થવી જાઈએ. તેમજ ફેક્ટ ફાઈન્ડીંગ કમિટીના રીપોર્ટમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનરનો કોઈ વાંક ન હોવાનું જણાવાયું છે! શું સત્યશોધક સમિતિએ શ્રેયા હોસ્પિટલની દુર્ઘટના બાદ હાઈકોર્ટે પીઆઈએલમાં આપેલા નિર્દેશોને ધ્યાનમાં લીધા છે કે નહીં? મ્યુનિસિપલ કમિશનર હાઈકોર્ટની સૂચનાને અવગણી શકે નહીં. વિભાગ મ્યુનિસિપલ કમિશનરની સત્તાનો ઉપયોગ કરતું હોય તો પણ મ્યુનિસિપલ કમિશનર છટકી શકતા નથી.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે કોર્ટમાં માફી માંગવી જાઈએ અને પીડિતોને વળતર આપવું જાઈએ. મ્યુનિસિપલ કમિશનર કોર્ટમાં
આભાર – નિહારીકા રવિયા રિપોર્ટ રજૂ કરીને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. જ્યારે સંકટ હોય ત્યારે શÂક્ત બધું જ કરાવે છે. જે બાદ આ Âસ્થતિ સર્જાઈ છે. જા અધિકારીઓએ સાવચેતી દાખવી હોત તો આ અકસ્માત સર્જાયો ન હોત. જા મ્યુનિસિપલ કમિશનરનું તાબાના વિભાગો પર નિયંત્રણ ન હોય તો તેઓ જવાબદારીમાંથી છટકી શકતા નથી. હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન થઈ શકે નહીં. બે વર્ષ પહેલા મ્યુનિસિપલ કમિશનરે શપથ લીધા હતા અને તમામ બાબતોનો દાવો કર્યો હતો. હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કોર્ટ મ્યુનિસિપલ કમિશનર સામે નોટિસ જારી કરી શકે છે.