રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ફાયર કેસમાં દાખલ કરાયેલી સુઓમોટુ પીઆઈએલમાં બે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરે હાઈકોર્ટમાં માફી માંગી છે. કમિશનરે એફિડેવિટમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. તેની સાથે જ મહાનગરપાલિકાએ ટીઆરપી ગેમ ઝોન આગની ઘટનાનો સમગ્ર રેકોર્ડ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આ જાયું કે તરત જ તેને રેકોર્ડ પર લેવાની ના પાડી દીધી.
કોર્ટે કહ્યું કે રેકોર્ડને અનુક્રમણિકા સાથે યોગ્ય ફોર્મેટમાં રજૂ કરવામાં આવે. હાઈકોર્ટે વધુ સુનાવણી ડિસેમ્બર મહિનામાં નિયત કરી છે. કોર્ટના કડક વલણ બાદ બંને કમિશનરોએ કોર્ટમાં માફી માંગી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અમિત અરોરા અને આનંદ પટેલે કોર્ટમાં સોગંદનામામાં મૃતકોના પરિવારજનો પ્રત્યે પોતાની પીડા વ્યક્ત કરી છે.
છેલ્લી સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે કમિશનરો સામે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે બંને કમિશનરોમાં કોઈ અપરાધની ભાવના નથી અને તેઓ તાબાના અધિકારીઓને નિયંÂત્રત કરી શકતા નથી. જા કમિશનર માફી નહીં માંગે તો કોર્ટ તેમની સામે કાર્યવાહી કરી શકે છે. કોર્ટે કમિશનરોને પોતાના ખિસ્સામાંથી વળતર ચૂકવવાનું પણ સૂચન કર્યું હતું. કોર્ટના વલણ બાદ કોર્ટના આદેશથી બંને કમિશનરે કોર્ટમાં માફી માંગી હતી.
ઉપરાંત, મ્યુનિસિપલ કમિશનરની સુપરવાઇઝરી ભૂમિકા હોવા છતાં, જવાબમાં જણાવાયું છે કે ટીઆરપી ગેમ ઝોને જરૂરી મંજૂરીઓ મેળવી ન હોવાનું તેમના ધ્યાન પર લાવવામાં આવ્યું નથી. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરોને પણ તેમની બેદરકારીનો અફસોસ નથી. આ અકસ્માતમાં બાળકો સહિત ૨૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. અધિકારીઓની એફિડેવિટ જાઈને કોર્ટે દુઃખ વ્યક્ત કર્યું.
આ દુર્ઘટના મ્યુનિ સત્તામંડળના કામમાં પણ આવી જ ખામીઓ છે. અધિકારીઓના આવા સોગંદનામા જાઈને કોર્ટ ખૂબ જ દુઃખી અને નિરાશ છે. વર્ષ ૨૦૨૩માં ટીઆરપી ગેમ ઝોનમાં પ્રથમ આગ, મ્ેં પરવાનગીની ગેરહાજરીમાં ડિમોલિશનની નોટિસ, રાજકોટ મ્યુનિસિપાલિટી અને ્‌ઇઁ ગેમ ઝોન વચ્ચેની વાતચીત અને સંપૂર્ણ રેકોર્ડ કોર્ટ સમક્ષ મૂકવો જાઈએ. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરોએ વર્ષ ૨૦૨૧ થી વર્ષ ૨૦૨૪ સુધીનું વ્યÂક્તગત સોગંદનામું દાખલ કરવું જોઈએ.