ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થયું તેમા રાજકોટ જિલ્લાનું ૮૫ ટકા પરિણામ જાહેર થયું હતું. રાજકોટ જિલ્લામાં ૨,૭૯૧ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા હતા. જ્યારે ૬,૩૭૨ વિદ્યાર્થીઓ એ-ટુ ગ્રેડમાં પાસ થયા હતા. જ્યારે બી૧માં ૭૩૭૯ અને બી-૨ ગ્રેડમાં ૭૦૧૯ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
રાજકોટ જિલ્લાનું પરિણામ ગયા વર્ષની તુલનાએ ૧૨ ટકા વધારે હતું. રાજકોટની ૧૧૬ સ્કૂલોમાં ૧૦૦ ટકા પરિણામ આવ્યું હતું. આ દર્શાવે છે કે રાજકોટે શિક્ષણના મોરચે કેટલી પ્રગતિ કરી છે. રાજકોટની ચાર સ્કૂલોનું શૂન્ય પરિણામ આવ્યું હતું.
જયારે ભાવનગર જિલ્લાનું ૮૪.૬૧ ટકા પરિણામ જાહેર થયું હતું. રાજકોટ જિલ્લામાં ૨૭૦૬૭ વિદ્યાર્થીઓમાંથી ૨૬,૮૮૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ૧,૫૭૫ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા હતા. જ્યારે ૪,૦૪૯ વિદ્યાર્થીઓ એ-ટુ ગ્રેડમાં પાસ થયા હતા. જ્યારે બી૧ ૫૧૨૭ અને બી ૨ ૫૫૭૨ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
સૌરાષ્ટિના અમરેલી જિલ્લાનું ૭૮.૩૧ ટકા પરિણામ જાહેર થયું હતું. અમરેલી જિલ્લામાં ૧૩,૯૦૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ૩૯૬ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે ૧,૫૧૮ વિદ્યાર્થીઓ એ-ટુ ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે બી૧માં ૨,૩૫૨ અને બી ૨ ૨,૯૩૯ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
ગીર-સોમનાથ જિલ્લાનું ૭૯.૨૦ ટકા પરિણામ જાહેર થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં ૧૨,૪૯૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ૩૧૪ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે ૧,૪૨૮ વિદ્યાર્થીઓ એ-ટુ ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે બી૧ ગ્રેડમાં ૨,૧૫૩ અને બી૨ ગ્રેડમાં ૨,૬૪૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
જૂનાગઢ જિલ્લાનું ૭૮.૨૬ ટકા પરિણામ જાહેર થયું છે. જૂનાગઢ જિલ્લામાં ૧૬૩૮૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ૭૩૭ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે ૨,૧૭૪ વિદ્યાર્થીઓ એ-ટુ ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે બી૧ ગ્રેડમાં ૨,૮૬૨ અને બી૨ ગ્રેડમાં ૩,૨૩૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
કચ્છ જિલ્લાનું ૮૫.૩૧ ટકા પરિણામ જાહેર થયું છે. કચ્છ જિલ્લામાં ૧૮૭૪૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ૪૨૩ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે ૧,૯૯૨ વિદ્યાર્થીઓ એ-ટુ ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે બી૧ ગ્રેડમાં ૩,૩૩૦ અને બી૨ ગ્રેડમાં ૪,૩૩૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે.