કોરોના ના કપરા સમય બાદ ફરી ધંધા રોજગારો જે રીતથી ચાલુ થયા છે ત્યારબાદ નુકસાની ભરપાઈ કરવા માટે ઉદ્યોગકારો દ્વારા ક્યાંકને ક્યાંક ઘેર રીતે આચરી હોવાનું સામે આવતા ઇન્કમટેક્સ અને જીએસટી વિભાગ દ્વારા સતત સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ફરી એક વખત સ્ટેટ જીએસટી દ્વારા રાજકોટ જામનગર અને ભાવનગર માં કુલ ૧૩ સ્થળોએ ટીમ વહેલી સવારથી ત્રાટકી હતી અને એ વાતની પણ શક્યતા સેવવામાં આવી રહી છે કે, ખુબજ મોટા પ્રમાણમાં કરચોરી બહાર આવશે.
જે સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે તે, લોખંડ અને બ્રાસના પાટર્સ બનાવતા વેપારીઓના એકમો છે, જ્યાં વિભાગ ત્રાટક્યું હતું.સર્ચ ઓપરેશમાં મોટા પ્રમાણમાં બોગસ બિલિંગનું કૌભાંડ સામે આવવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે. મહત્વનું છે કે રાજકોટમાં ૪, જામનગરમાં ૭ અને ભાવનગરના ૨ વેપારી પેઢીઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગત નાણાકીય વર્ષમાં ગુજરાત રાજ્ય સરકારને જીએસટી મારફતે ઘણી સારી એવી આવક પણ થઇ હતી પરંતુ સરકાર છે બોગસ બિલ કરી કરચોરી કરી રહ્યા છે અથવા તો ગેરરીતિ આચરે છે તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને સહેજ પણ બક્ષવામાં નહીં આવે તે અંગે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ સ્ટેટ જીએસટી અમદાવાદ ખાતેથી સર્ચ અને સરવે કામગીરી કરવાની સુચના મળેલી છે સંયુક્ત જીએસટી કમિશનર દ્વારા મળી હતી જે બાદ સીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા આ તમામ સ્થળો પર સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરાઇ છે ત્યારે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ગેરરીતિ કરતાં વ્યાપારીઓ ઉપર જીએસટી વિભાગ દ્વારા બોલાવવામાં આવે તો નવાઈ નહીં.