રાજકોટ-ગોંડલ હાઈવે અકસ્માત ઝોન બની ગયો છે. અહીં અવારનવાર નાના મોટા અકસ્માતો બનતા રહે છે. આ હાઈવે પર અનેક લોકો મોતને ભેટી ચુકયા છે, ત્યારે ગોંડલ તાલુકાના બિલિયાળા ગામના સરપંચ રૂપારેલીયા અને ગામલોકોએ સાથે મળીને આ હાઈવે પર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે પૂજન અર્ચન કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમની આ પહેલની લોકો પ્રશંસા કરી રહ્યા છે.