રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે જમીન સંપાદનમાં કૌભાંડની આશંકા સામે આવી છે. જેમા એવી માહિતી સામે આવી છે કે ખેડૂતો પાસેથી સસ્તી જમીન લઈને સરકાર પાસેથી વધારે રૂપિયા લેવામાં આવ્યા છે. સાથેજ આ સમગ્ર મામલે એવી પણ માહિતી સામે આવી છે કે ભાજપના મોટામાથાઓએ સરકાર પાસેથી મોટુ વળતર વસૂલ્યું છે.
એરપોર્ટ માટેની જમીન ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ખરીદવામાં આવી છે. સાથેજ જમીન સંપાદનમાં પણ ૮૫ રૂપિયાની સામે ૧૫૦૦ રૂપિયાનું વળતર લેવાયું હોય તેવી માહિતી સામે આવી છે. છૈંંસ્જી કોર્ટ બિÂલ્ડંગના જમીન સંપાદનમાં પણ ખેલ ખેલાયો છે. જેમા આ સમગ્ર કેસમાં હવે ૧૦૦ કરોડથી વધુની રકમનો ગોટાળો થયો હોવાની આશંકા સેવાઈ રહી છે.
દિલ્હીથી હાઈકમાન્ડ પાસે વિગત પહોચતા આંતરિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેમા હીરાસર ગામની ૬૫૦ એકર જમીનના વળતરમાં પણ કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. સુરેન્દ્રનગરમાં આવેલ ગામોની પણ ૧૬૮૦ એકર જમીન સંપાદનના પણ કૌભાંડની આશંકા છે. સાથેજ રાજકોટ-ચોટીલા હાઈવે પર પણ ૬૫૦ એકરના જમીન સંપાદનામાં કૌભાંડની આશંકા સેવાઈ રહી છે.
સુરેન્દ્રનગરના વાવડી, ગરીડા, દોશીપુરા, ધાની વડલા ગામોની જમીનનું સંપાદન કરાયું. જેમા કુલ ગામોની ૧૬૮૦ એકર જમીનનું સંપાદન કરાયું. એરપોર્ટ જાહેર થયાના ટૂંકાગાળામાં ખેડૂતો પાસેથી અન્ય લોકોએ જમીન ખરીદી. જેમા ભાજપના સ્થાનિક નેતાઓ, પદાધિકારીઓએ ખેડૂતો પાસે સસ્તા ભાવે જમીન ખરીદી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ભાજપના મોટામાથાના સંબંધીઓએ જમીન ખરીદી હોવાનું બહાર આવ્યું છે. જેમા પથરાળ, બિનપિયત જમીન બજાર કિંમતથી ૪૫૦ ટકાથી વધુ વળતર ચૂકવાયું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ભાજપના મોટા માથાઓના સ્વજનો-સબંધીઓ તપાસની રડારમાં આવ્યા છે. કેટલાક અધિકારીઓએ પણ મદદ કર્યાની આશંકા સેવાઈ રહી છે. મહત્વનું છે કે આંતરાષ્ટ્રીય એરપોર્ટ બને તે પૂર્વે ખેડૂતો પાસે સસ્તા ભાવે જમીન ખરીદાઈ હતી