રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા કરોડોની વસુલાતનો ટાર્ગેટ છે. જેમાં ચાલુ વર્ષે ૪ હજાર કરોડની વસુલાતનો ટાર્ગેટ રખાયો છે. તેમાં બિલ્ડર, સોની વેપારીઓ, ઉદ્યોગકાર પર ખાસ નજર રાખવામાં આવી છે. જેમાં શેર અને સોનામાં રોકાણકાર ઉપર પણ ૈં્‌ની નજર છે.
રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા ચાલુ વર્ષે ૪ હજાર કરોડની વસુલાતનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. તેમાં બિલ્ડર લોબી, સોની વેપારીઓ અને ઉદ્યોગકાર ઉપર ખાસ નજર રહેશે. મોંઘી મિલકતની ખરીદી કરનાર, શેર અને સોનામાં રોકાણકાર ઉપર પણ આઇટીની નજર છે. સૌરાષ્ટિ કરછમાં ૩૦ લાખથી વધુ કરદાતાઓ નોંધાયેલા છે. આ વર્ષે ૧૫૦૦ કરોડથી વધુનો કોર્પોરેટ ટેકસ વસૂલ કરવા લક્ષ્?યાંક રાખવામાં આવ્યો છે.
તાજેતરમાં જ સુરતમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી ટેક્સટાઈલ ક્ષેત્રના જાણીતા ઐશ્વર્યા ગ્રૂપ સહિતના વિવિધ સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. ગ્રૂપના વિવિધ સ્થળે ૫ દિવસ સુધી તપાસ કરી હતી. તપાસ દરમિયાન ૪૦૦ કરોડના દસ્તાવેજા મળી આવ્યા હોવાની માહિતી છે. સાથે જ જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્‌સના તપાસ માટે ફોરેન્સિક એક્સપર્ટ બોલાવાશે.
સુરતમાં ટેક્સટાઈલ ક્ષેત્રે જાણીતા ઐશ્વર્યા ગ્રૂપ સહિતના વિવિધ ૫ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ૧૦૦ થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓની આવકવેરા વિભાગની ટીમ લગભગ એક સાથે જ ૫ જગ્યાએ આ દરોડા પાડ્યા હતા અને આર્થિક નાણાકીય વ્યવહારોની તપાસ કરી હતી. દરમિયાન, તમામ સ્થળો પરથી રૂ. ૪૦૦ કરોડના દસ્તાવેજા મળી આવ્યા હતા. ઉપરાંત, ૨૦ બેંક લોકર, ૪ કરોડથી વધુની રોકડ અને જ્વેલરી જપ્ત કરાઈ છે, જેની તપાસ હાથ ધરાશે. માહિતી મુજબ, આવકવેરા વિભાગની ટીમો દ્વારા ગ્રૂપના એસ એન ટ્રેડ લિંક, આદર્શ કોલ, તરણજ્યોત કોલ, વરેલીની એશ્વર્યા ડાયમંડ પર સર્ચની કાર્યવાહી હાથ ધરાઇ હતી.