રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી દારુનો જથ્થો ઝડપાયો છે. મળતી માહિતી અનુસાર એલપીજી ટેન્કરમાં દારુનો જથ્થો છુપાવીને લઈ જવાતો હતો. ત્યારે એલસીબીએ બાતમીના આધારે ટેન્કરના ચોરખાનામાંથી દારુનો જથ્થો જપ્ત કર્યો હતો. ટેન્કર સહિત રુપિયા ૧.૬૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. રાજસ્થાનથી કચ્છના મુદ્રા ખાતે દારુનો જથ્થો લઈ જવાતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટના અવારનવાર થતી હોય છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર એલપીજી ટેન્કરમાં દારુ સંતાડીને લઈ જવાતો હતો ત્યારે પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે કરોડો રુપિયાનો દારુનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સાથે જ એક આરોપીની ધરપકડ કરી હતી.
બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પરથી ૩૭ કરોડનો હાઈબ્રીડ ગાંજા ઝડપાયો હતો ડીઆરઆઇએ ૩૭ કિલો જેટલો હાઈબ્રીડ ગાંજા જપ્ત કર્યો હતો. બેંગકોકથી આવેલા ૪ ભારતીય પ્રવાસીઓ પાસેથી ગાંજા ઝડપાયો હતો. ખાણીપીણીનાં પેકિંગમાં હાઈબ્રીડ ગાંજાની હેરફેર કરતા હોવાનું સામે આવ્યું હતું.આ અગાઉ ૨૦ એપ્રિલ પણ અમદાવાદ એરપોર્ટ ઉપર ૧૭ કિલોહાઇડ્રોપોનિક ડ્રગ્સ એટલે કે હાઇબ્રીડ ગાંજા ઝડપાયો હતો. છેલ્લા ૧૦ દિવસમાં બીજીવાર અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો.