રાજકોટમાં પોલીસ અને વહીવટી તંત્રએ અસમાજીક તત્વોને ડામવા કડક પગલાં લીધા છે. અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ ૩૮ બૂટલેગરોના ઘર બર દાદાનું બૂલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે સરકારે ૫૫ જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરી ૬.૫૨ કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરી છે.
આજે વહેલી સવારથી રાજકોટ શહેરમાં અસમાજીક તત્વોના બાંધકામ પર તંત્રએ સફાયો બોલાવ્યો હતો. રાજકોટ પોલીસ કમિશ્નરની સૂચનાથી યુનિવર્સિટી પોલીસે ૧૦ જેવા લૂંટ, મારામારી, પ્રોહિબિશન વગેરે જેવા ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા આરોપીના ઘર પર ભુપેન્દ્ર પટેલ સરકારનું બૂલડોઝર ચાલ્યું હતું. ચોપડે નોંધાયેલા આરોપીઓએ કરોડો રૂપિયાની જમીન પર કબ્જા કર્યો હતો. ૩૮ બૂટલેગરોનાં ઘર પર બૂલડોઝર ફરી વળ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ સરકારની ૨૧૬૦ ચો.મી. જગ્યા પર ૫૫ જેટલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આરોપીઓ ખુશાલ હમીર – ૮ ગુના, વાલજી ઉર્ફે સાડમિયા – ૧૮ ગુના, તોફિક ખાંડું – ૨૧ ગુના, રાજેશ બીજલભાઈ ભોણીયા – ૧૧ ગુના, પિયુષ પરેશ ડાભી – ૧૨ ગુના, આનંદ ઉર્ફે બાબુ પરમાર – ૧૦ ગુના, પ્રકાશ જાદવ – ૧૧ ગુના, ભૂપતભાઈ ચૌહાણ – ૧૧ ગુના, કિરણબેન પરમાર – ૮ ગુના, રુપલબેન મકવાણા – ૨૧ ગુના, ચંદાબેન મુખરજી – ૧૨ ગુના, જયાબેન સાડમિયા – ૧૬ ગુના, ગુલાબબેન સાડમિયા – ૨૦ ગુના, નિમુબેન વઢવણીયા – ૧૦ ગુના, વસંતબેન સાડમિયા – ૮ ગુના, વસંતબેન વાજેલીયા – ૧૦ ગુના, રાયસિંગ વાજેલીયા – ૮ ગુના, વિક્રમ વાજેલીયા – ૯ ગુના, કંકુબેન વાજેલીયા – ૫ ગુના, ચંપાબેન વાજેલીયા – ૧૩ ગુના, જાનુબેન વાજેલીયા – ૨૭ ગુના, શહેજાદ ઉર્ફે નવાજ જલવાણી – ૯ ગુના, રાહુલ ચૌહાણ – ૧૧ ગુના, ઉષાબેન વાઘેલા – ૭ ગુના, કૌશલભાઈ મકવાણા – ૬ ગુના, નાથીબેન ચાણકીયા – ૯ ગુના, રાજુભાઇ વઢવણીયા – ૫ ગુના, ગીતાબેન મકવાણા – ૧૨ ગુના, મનસુખભાઇ વાજેલીયા – ૮ ગુના, ડિમ્પલ સાડમિયા – ૧૦ ગુના, મુનિબેન અલ્તાફ પરમાર – ૧૫ ગુના, સાયરા મુનશી – ૧૫ ગુના, લાલાભાઈ ભોણીયા – ૧૨ ગુના, હસમુખભાઈ મકવાણા – ૧૪ ગુના, ગુનાભીખાભાઈ અધારિયા – ૧૬ ગુના, નયનાબેન જખાનીયા – ૧૪ ગુના, કંચન પરમાર – ૮ ગુના, કાજલબેન સાડમિયા – ૧૩ ગુના, ભીખાભાઈ અધારિયા – ૧૬ ગુના નોંધાયા છે.