(એ.આર.એલ),રાજકોટ,તા.૧૭
રાજકોટથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ રાજકોટમાં સ્વમિંગ પૂલમાં ડૂબી જવાથી ૨ બાળકીના મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડંગના સ્વમિંગ પુલમાં આ દુર્ઘટના બની હતી. અત્યાર સુધીની વિગતો મુજબ આ બંને બાળકી નેપાળી પરિવારની હોવાનું ખૂલ્યું છે.રાજકોટમાં તાજેતરમાં ગેમઝોનમાં આગની દુર્ઘટના બાદ વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં આવેલ શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડંગના સ્વમિંગ પૂલમાં નેપાળી પરિવારની ૨ દીકરીના ડૂબી જવાથી મોત થયા છે. અચાનક બાળકીઓના ડૂબી જવાથી મોતને લઈ પરિજનો શોકમગ્ન બન્યા છે.પ્રાથમિક વિગતો મુજબ પ્રકૃતિ ગોકુલચાંદ અને મેનુકા પ્રકાશસિંઘ નામની બાળકીના મોત થયા છે. નોંધનીય છે કે, થોડા મહિના અગાઉ પણ નેપાળી પરિવારના પુત્રનું સ્વમિંગ પૂલમાં ડૂબી જવાનાથી મૃત્યુ થયુ હતુ.