રાજકોટમાંથી માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં હોટલના ચોથા માળેથી પડી જતાં બાળકીનું મોત નિપજ્યું છે. ગોંડલ રોડ પરની એક ખાનગી હોટલમાં રમતા રમતા બાળકી ચોથા માળેથી નીચે પટકાઈ હતી. આ ઘટનામાં બાળકીનું મોત થયું હતું. ત્યારે આ દુર્ઘટના સમયે માતા ફોનમાં વ્યસ્ત હોવાનું પ્રાથમિક તારણ છે.
આ પહેલા સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મી રેસીડેન્સીમાં આઠમાં માળે આવેલ એક ફ્લેટમાંથી બે વર્ષનું બાળક માતા-પિતાને જોણ બહાર ઘરની બહાર નીકળીને રેસીડેન્સીના બનાવવામાં આવેલ બાલકની સાથે રમતા રમતા નીચે પટકાયું હતું. જોકે ૮માં માળેથી પટકાયા બાદ બાળકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયુ હતું. આ જોઈ ત્યાંના લોકો દોડી આવ્યા હતા.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મી રેસીડેન્સીમાં આઠમા માળેથી બે વર્ષનું બાળક રમતા-રમતા નીચે પટકાયું હતું જોકે આ સમગ્ર ઘટના લક્ષ્મી રેસીડેન્સી માં લાગેલ  ક્યાં થઈ ગઈ છે. ત્યારે બીજી બાજુ કતારગામ પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.