રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શિક્ષણ સંસ્થામાં જ નશાના કાળો કારોબાર થઈ રહ્યું હોવાની બાતમીના આધારે એથલેટિક ગ્રાઉન્ડ પાસે દારૂની ભઠ્ઠી હોવાનું જાણી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે તેમજ એક બૂટલેગરની ધરપકડ કરી છે.
દારૂબંધીના દાવા દરરોજ પોકળ થતા રહ્યાં છે. આજનો યુવા દારૂ, ચરસ, ગાંજા વગેરે માદક પદાર્થોના નશાના રવાડે ચડી પોતાની અને પરિવારની જીંદગી જાખમમાં મૂકી દે છે. યુનિવર્સિટી એટલે બારમું ધોરણ પાસ કર્યા બાદ સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી જીવનમાં ઊંચાઈઓ પ્રાપ્ત કરવાની સંસ્થામાં જ જા આજનો યુવા સરેઆમ નશાના ચુંગાલમાં ફસાઈ જાય છે ત્યારે શિક્ષણ સંસ્થા કેવી રીતે આંખ આડા કાન કરે છે