રાજકોટ શહેરના પ્રખ્યાત ચાર્ટર્ડ એકાઉન્ટ પ્રણવ શાહની ઓફિસમાં આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસથી સતત તપાસ ચાલી રહી છે. આ દરોડો ઢેબર રોડ સ્થિત સન આર્કેડ કોમ્પ્લેક્સમાં આવેલા તેમના ઓફિસ પર પાડવામાં આવ્યો છે. માહિતી અનુસાર, તપાસનું કારણ મોટી માત્રામાં બોગસ રાજકીય પાર્ટીઓને ડોનેશન આપીને કરચોરી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ રાજ્ય બહારની પેટી પાર્ટીઓને ઉપયોગ કરીને બિનકાયદેસર રીતે ટેક્સ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકોટની એક પેઢી દ્વારા આશરે રુ.૨૦૦ કરોડનું બોગસ રાજકીય ડોનેશન આપ્યા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. આઈટી વિભાગ દ્વારા આ સમગ્ર મામલે ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે.
પટણા સ્થિત આવકવેરા વિભાગના ખાસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન ઝ્રછ પ્રણવ શાહની ઓફિસમાંથી ઘણા શંકાસ્પદ દસ્તાવેજા, બેન્ક ટ્રાન્ઝેક્શન વિગતો, અને ફર્મોના કરવેરા હિસાબોની માહિતી પણ મેળવી લેવાઈ છે.
આવકવેરા વિભાગ હજુ પણ દસ્તાવેજાની ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યું છે. તેમજ કેટલાય નાણા વ્યવહારોની સ્પષ્ટતા માટે અન્ય શહેરોમાં પણ તપાસનો રેલો પહોંચી શકે તેવી શક્યતા છે.
કેટલાક મોટા માથાઓ દ્વારા રાજકીય ડોનેશનના નામે ટેક્સ ચોરીનો નવા પ્રકારનો કીમીયો અજમાવ્યો છે. આવકવેરા વિભાગે આવી બોગસ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને આવનારા સમયમાં વધુ લોકોની આઈટી વિભાગ દ્વારા પૂછપરછ કરવામાં આવી શકે છે.
આભાર – નિહારીકા રવિયા









































