રાજકોટમાં ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ એવોર્ડ સમારોહનું ડા. સીમાબેન પટેલ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા અને ભાગવત કથાકાર કે.પી. બાપુએ કરી હતી. મુખ્ય અતિથિ તરીકે રાજકોટના મેયર નયનાબેન પેઢળિયા, ધારાસભ્ય ડા. દર્શિતાબેન શાહ, અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં ૩૭ પત્રકારોને “પત્રકાર રત્ન એક્સેલેન્સ એવોર્ડ – ૨૦૨૪” એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ૯ ‘સારા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ એવોર્ડ, ૩ ‘સારા ઇન્ટરનેશનલ એવોર્ડ’ અને ૧ ‘ડોક્ટરેટ એવોર્ડ’ પણ આપવામાં આવ્યા હતા.