રાજકોટમાં વધુ એક હેવાનીયતના કિસ્સાને પગલે ચકચાર મચી છે. જેમાં ૧૩ વર્ષના સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવમાં આવ્યું હતું. આ બનાવને પગલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવની વિગત મુજબ ૪૫ વર્ષના શખ્સે સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું.
તપાસમાં આરોપીનું નામ રાકેશ હોવાનું બહાર આવ્યું છે. આરોપી રાકેશે આ સગીરને બોલાવીને તેની સાથે હેવાનીયત ભર્યું કૃત્ય કર્યું હતું. ફરિયાદને પગલે યુનિવર્સિટી પોલીસે આરોપી રાકેશની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ આ પ્રકારે અન્ય કિશોરેને પોતાનો શિકાર બનાવ્યા છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.