શહેરમાં ગોપાલ ચોક નજીક આવેલ બાલમુકુંદ સોસાયટી મેઈન રોડ પર સ્થિત એક મકાનમાં કુટણખાનુ ઝડપાયું છે. જેમાં ડીસીપી ઝોન-૧ એલ.સી.બી.એ. વોચ ગોઠવીને દરોડો પાડી સંચાલક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે.
આ કુટણખાનામાં તેજલબેન મયુરભાઈ લાઠીગરા (ઉ.વ. ૩૦) તેના જેઠ રમેશ ગીરધરભાઈ લાઠીગરા (ઉ.વ. ૫૧, રહે, બને ગોપાલ ચોક બાલમુકુંદ સોસાયટી મે. રોડ) અને રિક્ષા ચાલક અજય હરસુખભાઈ જીજુવાડીયા (ઉ.વ.૨૫, રહે, માધાપર ગામ પાસે ઉમિયા ધાર)ની ધરપકડ કરવામાં આવી છે. તેજલ અને તેનો જેઠ રમેશ ચારેક દિવસથી ગોપાલ ચોક નજીક મકાન ભાડે રાખીને કુટણખાનું ચલાવતા હોવાની બાતમી મળી હતી.
પોલીસને મળેલી બાતમીના આધારે ઝોન-૨ એલ.સી.બી. પી.એસ.આઈ. એ.એલ. બારસીયા અને મૌલીકભાઈ સાવલીયા સહિતના સ્ટાફે ડમી ગ્રાહક મોકલી કુટણખાનાનો પર્દોફાશ કર્યા બાદ ત્રણેય લોકોની ધરપકડ કરી હતી. આ સાથે રૂ ૧૫૦૦ની રોકડ અને ૩ મોબાઈલ મળી કુલ રૂ ૧૫,૫૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, તેજલના પતિ મયુરનું કેટલાક સમય પહેલા મૃત્યું નિપજયું હતુ. તે તેના જેઠ રમેશભાઈ સાથે મકાન ભાડે રાખીને આ કુટણખાનું ચલાવતી હતી. આરોપી અજય જીંજુવાડીયા ગ્રાહક પાસેથી પૈસા લેવા સહિતની કામગીરી કરતો હતો.
આરોપીઓ રાજકોટની જ યુવતી પાસે દેહવ્યાપાર કરાવતા હતા. જેને હાલ સાક્ષી બનાવાઈ છે. આરોપીઓ ગ્રાહક દીઠ રૂ ૧૫૦૦ લેતા હતાં. જેમાંથી રૂ ૫૦૦ યુવતીને આપતા હતાં. જયારે બાકીના પોતે રાખી લેતા હતા. હાલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ જોરી રાખી
છે.