રાજકોટ મ્યુનિ.ના ફૂડ વિભાગ દ્વારા પટેલવાડી પાસે પેડક રોડ પર આઝાદ હિન્દ ગોલાવાલાની તપાસ હાથ ધરી હતી. જેમાં બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ કરેલો ૮ કિલો વાસી માવો, ૧૦ કિલો કસ્ટર્ડ પાઉડર મિશ્રિત રબડી મળી કુલ ૧૮ કિલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ યોગ્ય સ્ટોરેજ કરવા અને હાઇજેનિક કન્ડીશન જોળવવા સુચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત મંગળા રોડ અને વિદ્યાનગર મેઈન રોડ વિસ્તારમાં ચકાસણી તથા લાઇસન્સ અંગેની અવેરનેશ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન ૫ પેઢીને લાઇસન્સ અંગે નોટિસ આપી હતી.
શહેરના રેલનગર અને પોપટપરા વિસ્તારમાં પણ આરોગ્ય વિભાગે ચકાસણી કરી હતી. જેમાં ૧૪ પેઢીની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન વેચાણ થતાં ઠંડાપીણાં, દૂધ, મસાલા તથા પ્રીપેર્ડ ફૂડના ૧૯ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ભોમેશ્વર મંદિર સામે શ્રીરામ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ અને રેલવેનગર પેટ્રોલ પંપની બાજુમાં જય સોમનાથ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ દ્વારા મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સુચનાથી નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહનાં માર્ગદર્શન હેઠળ ફૂટપાથ પર રહેલા દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. જેમાં ૩ જૂનના રોજ શહેરમાં જુદી જુદી જગ્યાએ જોહેર માર્ગો પર દબાણરૂપ એવા ટી સ્ટોલ અને ટેબલ તથા અન્ય ચીજવસ્તુઓ જપ્તી કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં નિર્મલા રોડ, ચંદ્રેશનગર મેઈન રોડ, મવડી રોડ, શા†ી મેદાન સામે, બસ સ્ટેશન સામે, ઢેબર રોડ, યાજ્ઞિક રોડ અને વિરાણી ચોકમાં નડતરરૂપ ૪૧ ટી-સ્ટોલ જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ ફૂટપાથ પર વધુ પડતું દબાણ અને ગંદકી ફેલાવવા બાબતે સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખા દ્વારા કનૈયા સમોસા એન્ડ દિલ્હી ચાટ (વિરાણી ચોક)ને સીલ કરવામાં આવી હતી.’