ગુજરાતમા અવાર નવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે રાજકોટમાં આગની ઘટના સામે આવી છે જેમાં ત્રણ બાળકીઓ દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જ્યારે એક બાળકીનું મોત નિપજ્યું હોવાનું પણ જોણવા મળ્યું છે, ઘટના બાદ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
રાજકોટના કુવાડવા રોડ ઉપર ઝૂંપડાઓમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જોણ થતા ફાયર વિભાગને કાફલો આવી પહોંચ્યો હતો અને ભારે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની દુર્ઘટનામાં ત્રણ બાળકીઓ દાઝી જતા તેમને સારવાર અર્થ ખસેડવામાં આવી હતી જ્યારે એક બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મહત્વનું છે ઝૂંપડામાં આગ કેવી રીતે લાગી તે અંગે પ્રાથમિક તપાસમાં જોણવા મળ્યું છે કે લાઈટ ન હોવાથી ઝૂંપડામાં રહેતા પિતા જ્યારે પેટ્રોલની બોટલ શોધવા માટે દીવાસળી સળગાવતી ત્યારે અચાનક આગ પ્રસરી ઉઠી હતી. આગના કારણે આસપાસના લોકોનાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો સ્થાનિકો પણ ચિચિયારીઓ કરવા લાગ્યા હતા. ઘટનાની જોણ તુરંત ફાયર વિભાગને કરાત ફાયર ઘટના સ્થળે આવી પહોંચ્યું હતુ અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આ ઘટનામાં એક પરિવારની ત્રણ દીકરીઓ પૈકી એક દીકરીનું આગમાં દાઝી જવાથી કરુણ મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસને જોણ કરાત પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.