છેલ્લા ૨ સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જાવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં ૨,૮૯૭ કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં ૧,૪૧૨ કેસ, ઝાડા-ઉલટીનાં ૧૮૫ જેટલા કેસ, સામાન્ય તાવનાં ૧,૨૯૧ કેસ નોંધાયા છે. અને જાખમી ટાઇફોઇડ તાવનો ૧ કેસ અને કમળાનાં પણ વધુ ૪ કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં ૮ કેસ, મેલેરિયા ૧ કેસ નોંધાયો હતો. જાકે આ આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી Âક્લનિકો ધ્યાનમાં લઈ તો દર્દીનો કુલ આંકડો ૧૪,૫૦૦ કરતા પણ હોવાની શક્્યતા નકારી શકાય તેમ નથી. મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હાલ પાણીમાં કન્ટામિનેશનની ફરિયાદો આવતી હોય છે. ઉપરાંત જાવા જઈએ તો હિપેટાઇટિસ એટલે કે કમળા કેસ ઉપરાંત ટાઇફોઇડના અમુક કેસ છૂટાછવાયા વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે.ખાસ પાણીમાં કન્ટામિનેશનની ફરિયાદો આવી રહી છે તે વિસ્તારોમાં કમળો અને ટાઇફોઇડનાં છૂટાછવાયા કેસ નોંધાતા હોય છે. અમારી ટીમ દ્વારા દૈનિક દરેક કેસનું ટ્રેકિંગ કરે છે. અને પાણીમાં ક્લોરીનેશનની માત્રા ચકાસવા ઉપરાંત પાણીની લાઈનો અને ભૂગર્ભની લાઈનો એક થતી હોય ત્યાં તાત્કાલિક રીપેરીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટેમલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશા બહેનો દ્વારા ઘરે-ઘરે જઈને પોરાનાશક કામગીરી ઉપરાંત પાણીનું ક્લોરિન ટેસ્ટીંગ કરવાની એટલે કે રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે. મોટાભાગના વિસ્તારોમાં રાજકોટ મહાપાલિકા પાણીનું ડીસ્ટસ્ટ્રબ્યુશન કરતી હોય છે. અને એમાં સચોટ ક્લોરીનેશન શરૂ છે. અને એન્ડ પોઈન્ટ ઉપર ૦.૫ પીપીએમ જેટલું પાણીમાં ક્લોરિનનું લેવલ મળે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. લોકોને અપીલ કરતા  તેમણે જણાવ્યું કે, જા સહેજ પણ દુર્ગંધયુક્ત લાગે તો પાણી ઉકાળીને પીવું જાઈએ. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપાના ચોપડે જે આંકડા આવે છે તે માત્ર આરોગ્ય કેન્દ્રોના જ હોઈ છે. જાકે રાજકોટ સિવિલ હોસ્પીટલ અને ખાનગી હોસ્પીટલના આંકડા જાહેર કરવામાં આવે તો ખરી વાસ્તવિક સ્થીત સામે આવી શકે છે. પરંતુ આ આંકડા આરોગ્ય વિભાગ કેમ જાહેર કરતું નથી તેને લઈને આરોગ્ય તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.