રાજકોટમાં વીજચોરી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મે મહિનામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મે મહિનામાં ૨૬ કરોડની વીજચોરી પકડાઈ છે, જેમાં સૌથી વધુ રૂ. ૪ કરોડની વીજચોરી રાજકોટમાંથી ઝડપાઈ છે. માત્ર મે મહિનામાં જ ૧૧ હજોરથી વધુ ચોરી કરતા કનેક્શન સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર મે મહિના દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજ ચેકિંગની કામગીરી દરમિયાન આશરે કુલ રૂ. ૨૬.૦૮ કરોડની પાવર ચોરી પકડી પાડવામાં આવી હતી.
આ ચેકિંગમાં ૮૫,૨૬૫ વીજ કનેક્શનોની ચકાસણી પણ કરવામાં આવી હતી, જેમાંથી કુલ ૧૦૮૫૮ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઇ હતી એટલેકે દર ૧૦૦માંથી ૧૩ જોડાણમાં ગેરરીતિ મળી . મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છના લગભગ તમામ જીલ્લાઓમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. મહત્વની બાબત એ છે કે, સૌથી વધુ વીજચોરી રાજકોટમાં પકડાઇ છે. જ્યારે બીજો ક્રમે ભાવનગર અને ત્રીજો ક્રમે રાજકોટ છે. રાજકોટ શહેર-ગ્રામ્ય, જોમનગર, અંજોર, ભાવનગર તથા સુરેન્દ્રનગરમાંથી પકડાયેલી વીજચોરીનો આંકડો ૨-૨ કરોડથી વધુનો રહ્યો છે.