રાજકોટમાં હિટ એન્ડ રનમાં માતા-બાળકનું મોત થયુ છે. જેમાં મેટોડા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. તેમાં અજાણ્યો વાહનચાલક માતા-પુત્રને અડફેટે લઈ ફરાર થયો હતો. અકસ્માતમાં માતા અને બાળકનું ઘટનાસ્થળે મોત થયુ છે. મેટોડા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાળકના મોત બાદ માતાએ પણ અંતિમ શ્વાસ લીધા હતા. અગાઉ રાજકોટમાં નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. ટ્રક ચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારતા એક વિદ્યાર્થિનીનું મોત થયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ અન્ય યુવતીને સારવાર માટે હોÂસ્પટલમાં ખસેડવામાં આવી હતી. રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધું હતું. જેમાં હેત્વી મોરડીયા નામની યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે જીનીતા નામની અન્ય યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી સારવાર માટે હોÂસ્પટલ ખસેડાઈ હતી. જા કે ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો.