ગુજરાતમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટના વધી રહી છે. રાજકોટ ગ્રામ્ય આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ૪ ડિસેમ્બરના રોજ, ત્રણ બાળકોના પિતાએ સાત વર્ષની બાળકીને પીંખી નાખી હતી અને તેના ગુપ્તાંગમાં એક ફૂટ લાંબો લોખંડનો સળિયો ક્રૂરતાપૂર્વક ઘુસાડી દીધો હતો, જેના કારણે તેને ગંભીર ઇજાઓ થઈ હતી. ૮ ડિસેમ્બરના રોજ, પીડિતાના પિતાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ બીએનએસની કલમ ૬૫(૨) અને પોસ્કો એક્ટની કલમ ૬, ૫, અને ૫ હેઠળ કેસ નોંધાવ્યો હતો. જેના પછી રાજકોટ ગ્રામીણ પોલીસે તાત્કાલિક મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી રામ સિંહની ધરપકડ કરી હતી.
રાજકોટ ગ્રામીણ જીઁ વિજય સિંહ ગુર્જરે માહિતી આપતા જણાવ્યું હતું કે ૪ ડિસેમ્બરના રોજ, છોકરી એક બગીચામાં રમી રહી હતી. તે સમયે, આરોપી રામ સિંહ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. જ્યારે તેને છોકરીને જોઈ, ત્યારે તે વાસનાથી ભરાઈ ગયો. ત્યારબાદ તેણે છોકરીને ચોકલેટની લાલચ આપી અને તેને પાણીની ટાંકી પાછળ લઈ ગયો હતો. ત્યારબાદ તેણે તેના પર બળાત્કાર કર્યો અને તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં, રાજકોટ ગ્રામીણ પોલીસે ૧૦ અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓની શોધ શરૂ કરી હતી. રાજકોટ ગ્રામીણ પોલીસે ટેકનિકલ સહાયની મદદથી ટાવર ડમ્પિંગ ડેટાનું પણ વિશ્લેષણ કર્યું. તેમણે આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી ઝ્રઝ્ર્ફ ફૂટેજ પણ એકત્રિત કર્યા અને તેનું વિશ્લેષણ કર્યું હતું. પોલીસે આસપાસના વિસ્તારોમાં રહેતા આશરે ૧૦૦ શંકાસ્પદોની યાદી તૈયાર કરી હતી. બધા શંકાસ્પદોની પૂછપરછ કર્યા બાદ આ પ્રક્રિયા દ્વારા, લગભગ ૧૦ શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી છે. ત્યારબાદ તેમના ફોટોગ્રાફ્સ હોસ્પિટલમાં પીડિત છોકરીને બતાવવામાં આવ્યા. ૧૦ માંથી, છોકરીએ ફોટોગ્રાફ્સમાંથી એક શંકાસ્પદ વ્યક્તિને ઓળખી કાઢ્યો. ત્યારબાદ પોલીસે તેની સંપૂર્ણ પૂછપરછ કરી, અને તેણે ગુનો કબૂલ્યો છે.










































