રાજકોટના જસદણમાં ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો છે.ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી લેવામાં આવેલા કપાસિયા અને એરંડા તેલના નમૂના નિષ્ફળ ગયા બાદ હરિકૃષ્ણ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કિસ્સામાં, ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના તેલના નમૂના નિષ્ફળ જવા પર ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ હરેકૃષ્ણ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના તેલના નમૂના નિષ્ફળ ગયા છે. થોડા દિવસો પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કપાસિયા અને એરંડા તેલના બે નમૂના લેવામાં આવ્યા હતા. નમૂના નિષ્ફળ જવા પર રાજકોટના અધિક કલેક્ટર દ્વારા ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે. તહેવારો અંગે ફૂડ વિભાગ એક્શનમાં આવ્યો છે.
માહિતી અનુસાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કપાસિયા અને એરંડા તેલના નમૂના લેવામાં આવ્યા હતા અને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન તેલ વપરાશ માટે અયોગ્ય જણાતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હરેકૃષ્ણ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ સામે કાર્યવાહી કરી છે અને નમૂના નિષ્ફળ ગયો છે. ૨૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેલના નમૂના ફેલ થયા બાદ ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.








































