રાજકોટમાં સોરઢિયાવાડી વિસ્તારમાં એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો છે વૃદ્ધની હત્યા કે પછી આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસ ચક્રોગતિમાન કર્યો છે.રાજકોટમાં સોરઢિયાવાડી વિસ્તારમાં એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો છે. ગળેફાંસો ખાધેલી હાલતમાં એક વૃદ્ધની લાશ મળી આવતી હતી જેને લઈને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વૃદ્ધએ બગીચામાં હીંચકા સાથે મફલર બાંધીને આત્મહત્યા કરતા પોલીસને પણ શંકા ઉપજી રહી છે તેને આત્મહત્યા છે કે હત્યા તે દિશામાં પોલીસ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.સોરઠીયાવાડી વિસ્તારમાં બગીચામાં મફલર સાથે ગળે ફાંસો ખાધેલ હાલતમાં વદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો.સમગ્ર ઘટના મામલે પોલીસ દ્વારા પરિવારજનોને જાણ કરાતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.જા કે આત્મહત્યા કરવા પાછળનું હજુ સુધી કોઈ ઠોસ કારણ મળ્યું નથી પરતું વૃદ્ધે આપઘાત કર્યો છે કે હત્યા બાદ આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.