રાજકોટમાં મિનરલ વોટરના વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ મનપાએ ૨૦ જેટલા પાણી વિક્રેતાઓના પાણીનાં નમૂના ફેલ જતા પાણીનાં વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. મનપાએ ૨૦ વોટર સપ્લાય કંપની સામે કાર્યવાહી કરી છે.
રાજકોટ શહેરમાં રોગચાળાનાં કેસો વધતાં આરોગ્ય વિભાગ સાવધાન થઈ ગયું હતું. ગંદા પાણીના કારણે ફેલાતા રોગચાળાથી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં રાજકોટ મહાનગરપાલિકાએ વોટર સપ્લાય કરતી કંપનીઓનાં નમૂના લીધા હતા. પાણીનાં નમૂના ફેલ જતાં મિનરલ વોટરના વિક્રેતાઓ પર તવાઈ કરાઈ છે. ઘરે અને ઓફિસે મંગાવાતા મિનરલ વોટરનાં જગમાં સ્વચ્છ પાણીનાં અભાવથી કમળાના કેસોમાં પણ વધારો થયો હતો. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ પાણી વિક્રેતાઓ પર મોટી કાર્યવાહી કરી છે. ૨૦ જેટલા પાણી વિક્રેતાઓના પાણીના નમૂના ફેલ આવ્યા છે. તપાસમાં સેમ્પલ ફેલ થતા પાણીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉનાળામાં પાણી જન્ય રોગચાળાને કાબૂમાં લેવા રાજકોટ મનપાએ કામગીરી હાથ ધરી છે. નગરજનો બીમાર પડે તેવા પાણીનું વેચાણ કરાતા વોટર સપ્લાય કરતી કંપનીઓ સામે લાલ આંખ કરી છે.
રાજકોટની મીરા મિનરલ વોટર, બાબા મિનરલ વોટર, એક્વા નીર વોટર, માનસી વોટર, મહાદેવ વોટર, લાભ આઈસ ફેક્ટરી, જય ચામુંડા મિનરલ વોટર, ગોકુલ મિનરલ વોટર યુવી મિનરલ વોટર, એક્વા ફ્રેશ વોટર, ભગવતી ડ્રિંકિંગ વોટર, ભગવતી વોટર સ્પ્લેટ, મહાદેવ આઈસ, કિશન ડ્રિંકિંગ વોટર, સ્વર્ગ ડ્રિંકિંગ વોટર, રોક એક્વા યુવી વોટર, શિવ શક્તિ ડ્રિંકિંગ, જાહલ ડ્રિંકિંગ વોટર, રાજકોટની શિવશક્તિ વોટર સપ્લાય કંપની સામે કાર્યવાહી કરવામાં આવી છે.