રાજકોટમાં નરેશ પટેલના વેવાઈ ના બંગલામાં થયેલ હત્યાનો મામલો હાલ ચર્ચામાં રહેલ છે. કેસર બહાદુર સિંહ નામના શખ્સની અટકાયત કરી છે. રાજકોટ પોલીસે અટકાયત કરી છે. ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલતી રાજકોટ પોલીસ છે. જ્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. એક મહિના પૂર્વ કામ માંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.કોટેચા સ્થિત ઓફિસમાં કામ પર રાખ્યો હતો.
રાજકોટમાં ગઈકાલે ભવ્ય બંગલામાં કેરટેકરની હત્યાનો મામલો બન્યો હતો. શકમંદ ના સીસીટીવી આવ્યા સામે આવ્યા હતા. હત્યા જે વ્યક્તિ ની થઈ એ બંગલાના કેરટેકર હતા. ગઈકાલ રાત્રે હત્યા થઈ હતી. મૃતક વિષ્ણ, બંગલાના માલિક પ્રવીણભાઈ પટેલ સાથે ૩૫ વર્ષથી કામ કરતો હતો. કોઈ શંકાસ્પદ વ્યકતી આવ્યો હોવાનું પોલીસને અનુમાન છે.
તેની સાથે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઈરાદા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. લૂંટ કે અન્ય બાબત જાવા મળી નથી. હત્યા કરનાર જાણીતો કે જાણકાર હોવાનું અનુમાન છે. પોલીસ અધિકારીઓ તપાસમાં લાગ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ ની પણ તપાસ કરવામાં આવી રહી છે.