રાજકોટમાં નકલી પત્રકાર અને પોલીસ બની લૂંટ ચલાવનાર ગેંગનો કથિત વીડિયો સામે આવ્યો છે. રાજકોટના અનેક વિસ્તારોમાં પત્રકાર અને પોલીસ બની આ ગેંગ ત્રાટકે છે અને વેપારીઓ પાસે પૈસાની માંગણી કરતી હોવાની ફરિયાદો ઉઠી છે. ગેંગના સભ્યો નકલી પોલીસ અને પત્રકાર બની વેપારીઓને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે અને બદલામાં પૈસાની માંગણી કરે છે.
જો કે આ મુદ્દે વેપારીઓ તેમજ નાગરિકો અનેક વખત પોલીસને રજૂઆત કરી ચૂકી છે. તેમ છતાં પોલીસ આ ચીટર ગેંગને પકડવામાં ઢીલાશ દાખવતી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. ત્યારે આ ગેંગના શખ્સોની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે તેવી વેપારી વર્ગની માંગ છે