રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં સગીર વિદ્યાર્થિનીના પિતાએ વિશાલ પરમાર નામના યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ધોરણ ૧૧ની વિદ્યાર્થિનીને ગત નવરાત્રિમાં વિશાલ પરમાર નામના યુવાન સાથે સંપર્ક થયો હતો. બાદમાં બંને અવારનવાર મળતાં હતા અને એક વખત ચોટીલા પણ ફરવા ગયા હતા. ગત બુધવારે વિશાલે ધારેશ્વર મંદિર પાસે વિદ્યાર્થિનીને બોલાવી હતી. આથી તે પોતાની સાઇકલ લઇ મંદિર પાછળની શેરીમાં રાખી વિશાલ સાથે બાઇકમાં બેસી જતી રહી હતી. વિશાલ જોમનગર રોડ પર તેના મિત્રના ઘરે લઇ ગયો હતો અને ‘આપણે લગ્ન કરવા જ છે, તું ચિંતા ન કર’ કહી બે વખત દુષ્?કર્મ આચર્યું હતું.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે ભોગ બનનાર ૧૬ વર્ષની વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદ પરથી જોમનગર રોડ પર રહેતાં વિશાલ ચંદુભાઇ પરમાર નામના શખ્સ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬, પોક્?સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થિનીના પિતાએ ફરિયાદમાં છે કે, હું કારખાનામાં કામ કરું છું. મારે ત્રણ સંતાન છે. જેમાં મોટી ૧૬ વર્ષ ૩ માસની દીકરી ધોરણ ૧૧માં અભ્યાસ કરે છે.
૨૭ એપ્રિલને બુધવારે મારે રજો હોઈ હું ઘરે હતો. દીકરી બપોરે પોણા બારેક વાગ્યે તેનો સ્કૂલડ્રેસ પહેરીને ઘરેથી નીકળી હતી. સાંજના સાડા પાંચ સુધી ન આવતાં અમે સ્કૂલે જઇ તપાસ કરતાં વોચમેને સ્કૂલ તો છૂટી ગઇ છે તેમ કહેતાં અમે ઘરે આવ્યા હતાં. એ પછી દોઢ બે કલાક વીતી જવા છતાં દીકરી ન આવતાં તેની બહેનપણીઓનો સંપર્ક કરી પૂછપરછ કરી હતી. મારી દીકરીની એક બહેનપણીએ કહ્યું હતું કે, સ્કૂલમાં આજે રજો હતી, તમારી દીકરી સ્કૂલે ગઇ જ નથી. આ પછી અમે અમારી રીતે શોધખોળ શરૂ કરતાં સાડા આઠેક વાગ્યે દીકરી ઘરે આવી હતી. અમે તેને ક્યાં હતી ? તે અંગે પૂછતાં તેણે બહેનપણીના ઘરે હોવાનું કહ્યું હતું. તે દરરોજ સાઇકલ લઇને સ્કૂલે જતી હોઈ સાઇકલ બાબતે મેં પૂછતાં કહ્યું કે, સાઇકલ ધારેશ્વર મંદિર પાસે રાખી દીધી હતી. પણ અમે ત્યાં જતાં સાઇકલ મળી નહોતી. એ પછી અમે ગઇકાલે ફરીથી દીકરીની પરિવારના સભ્યોએ સાથે મળી પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે, ગત નવરાત્રિમાં ગરબી રમવા ગઇ હતી ત્યારે જોમનગર રોડ પર રહેતાં વિશાલ પરમાર સાથે પરિચય થયો હતો. બંનેએ એકબીજોના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. એ પછી ગયા ડિસેમ્બરમાં ધારેશ્વર મંદિરવાળી ગલીમાં મળ્યા હતાં. ત્યારબાદ બે મહિના પહેલા ચોટીલા ફરવા ગયા હતાં. આ રીતે અવારનવાર રાજકોટમાં મળતાં હતાં.
ગત બુધવારે વિશાલનો ફોન આવતાં પોતે સ્કૂલડ્રેસ પહેરીને ધારેશ્વર મંદિર પાસે ગઇ હતી. સાઇકલ ત્યાં જ રાખી વિશાલના બાઇકમાં બેસી ગઇ હતી. વિશાલ મને તેના જોમનગર રોડ પર રહેતાં ફ્રેન્ડ હુશેનના ઘરે લઇ ગયો હતો. ત્યાં કોઇ ન હોઈ વિશાલે ‘આપણે લગ્ન કરવા જ છે, તું ચિંતા ન કર’ તેમ કહી મને નિર્વ† કરી બે વખત શરીરસંબંધ બાંધી લીધો હતો. એ પછી સાંજે હુશેનના ઘરેથી મને ધારેશ્વર મંદિર પાસે મૂકી ગયો હતો. ત્યારે અહીં સાઇકલ પણ ન હોઈ વિશાલ મને ઘર નજીક ઉતારી જતો રહ્યો હતો.