જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં બેનાં મોત થયા છે. જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર ભાદરના પુલ નજીક કન્ટેનર, બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. બસ અને મચ્છી ભરેલા કન્ટેનરની ટક્કરના કારણે અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરબાદ કન્ટેનર રોડ પરથી ઉતરતા બે નિર્દોષના મોત થયા હતા.
જેતપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ હોસ્પિટલ  ખસેડ્યા છ. હેવી લોડેડ કન્ટેનર ચાલકની પોલીસે અટકાયત કરી છે. આ અકસ્માત બતાવે છે કે વાહનચાલકો કેટલી બેદરકારીથી વાહન ચલાવે છે. તેમની બેદરકારીએ બે નિર્દોષોનો ભોગ લીધો હતો. બે મોટા સાંઢ લડે અને ઘાસનો ખો નીકળે, તે જ રીતે બસ અને ટેન્કરની ટક્કરમાં બે નિર્દોષ હોમાઈ ગયા હતા.
પોલીસ ઘટનાસ્થળે સીસીટીવી ફૂટેજ હતા કે નહીં તેની ચકાસણી કરી રહી છે. તેના પરથી અંદાજ આવશે કે આ અકસ્માતમાં વાંક કોનો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. તેની સાથે આ મૃતદેહ કોના હતા તેની તપાસ પણ શરૂ કરી છે. તેમની પાસેના મોબાઇલ ફોન કે બીજી જરૂરી વિગતો પરથી અંદાજ આવશે કે આ મૃતદેહ કોના હશે. આ બતાવે છે કે કોકની લાપરવાહીએ કોકનો જીવ લઈ લીધો છે.
વાહનચાલકની બેદરકારીએ બે કુટુંબનું ભવિષ્ય ખતમ કરી દીધું છે. જા તેઓએ સાવધાની દાખવી હોત તો આજે એક કુટુંબ જીવતું હોત. આજે બે કુટુંબોએ તેમના ઘરના મોભીને ગુમાવવાનો સમય આવ્યો હતો. આ ઘટના બતાવે છે૪ કે રાજ્યના રસ્તા પર વાહનચાલકો કેટલા બેફામ બનીને વાહન ચલાવે છે. તેમને લોકોના જીવનની પણ પરવા નથી.