રાજકોટ આમ તો રંગીલું શહેર તરીકે જાણીતું છે . તેમ છત્તા શહેરમાં ગુનાખોરીના કેસો વધતાં જાવા મળી રહ્યા છે ત્યારે રાજકોટના જાગનાથ પ્લોટમાં આવેલા રાજ દર્શન એપાર્ટમેન્ટમાં ત્રણ દિવસથી બંધ રહેલા તબીબના ફલેટને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણા, રોકડ અને બ્રિટીશ ચલણ પાઉન્ડ મળી રૂ.૨૦ લાખની રકમની ચોરી થતા દોડધામ મચી ગઇ છે. મળતી માહિતી મુજબળ ધોરાજીના વતની અને જુના જાગનાથ પ્લોટ શેરી નંબર ૧માં રાજ દર્શન એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા ડો.સેજુલ કાંતિલાલ અંટાળાના ત્રણ દિવસ દરમિયાન બંધ રહેલા ફલેટમાં તા.૨૬મીની રાતે રૂ.૨.૫૦ લાખ રોકડા, રૂ.૧૦ લાખની કિંમતના સોનાના ઘરેણા, અને ૪,૮૦૦ બ્રિટીશ પાઉન્ડની ચોરી થયાની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફલેટના ત્રીજા માળના ટેરેસની કાચની બારી ખોલી બેડરૂમમાં પ્રવેશ કરી તસ્કરે સેટીના ડ્રોઅર ખોલી તેમજ દિવાલ કબાટના દરવાજા ખોલી તસ્કરોએ રૂ.૨.૫૦ લાખ રોકડા, સોનાનો પેડલ, સોનાની બુટી, સોનાની બંગડી, સોનાનું મંગલસુત્ર, ડાયમંડના બે મંગલસુત્ર મળી રૂ.૧૦ લાખની કિંમતના ૧૮ તોલા સોનાના ઘરેણા, ૪,૮૦૦ બ્રિટીશ પાઉન્ડ અને બ્રિટીશ પાસપોર્ટની ચોરી કરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. મહવનું છે કે રાજ દર્શન એપાર્ટમેન્ટ ખાતે તસ્કર કયા રસ્તે આવ્યો તે અંગેની વિગતો મેળવવા યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરી રહ્યા છે.