ચોટીલાથી રાજકોટ તરફ આવતા હાઈલવે પર હોર્ન ઓકે હોટેલ સામે મલીયાસણ ગામ પાસે ટ્રકમાં દારૂનો જથ્થો હોવાની માહિતી જીસ્ઝ્ર ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે ટ્રકમાં તપાસ કરતા અંદરથી રૂ.૪૭,૮૪,૬૩૦ નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જેમાં ૧૨,૫૯૮ દારૂની બોટલો અને ટીન હતા. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ અને રૂ.૧,૮૭૦ રોકડા મળીને કુલ રૂ. ૭૨,૯૧,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં ટ્રકના ડ્રાઈવર ભાવેશ એન.મોરીની ધરપકડ કરી હતી.
જ્યારે મુખ્ય આરોપી અને દારૂનો જથ્થો મોકલનારા સહિત પાંચ ફરાર શખ્સોની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ કુવાવડા રોડ પોલીસ કરી રહી છે.