રાજકોટમાં ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી.જાડેજા વિરુદ્ધ નોંધાઇ એફઆઇઆર નોંધાઈ છે. પી.ટી.જાડેજા ક્ષત્રિય સમાજના અગ્રણી સાથે ક્ષત્રિય આંદોલનના મોભી પણ છે. પી.ટી.જાડેજા વિરૂધ્ધ મનીલોન્ડરિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. એક કારખાનેદારે ૬૦ લાખ રૂપિયા ૩ ટકા વ્યાજે લીધા હતા.
જેમાં કારખાનેદારે ૭૦.૮૦ લાખ રૂપિયા ટુકવી દીધા હોવા છતા ઉઘરાણી કરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જામનમાં આપેલા મકાનના દસ્તાવેજ અને ચેક પરત ન કરતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.