ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર દસ્તક દીધી છે અને એનેક જિલ્લાઓમાં તેજ ગતિએ કોરોના વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯ કેસ સામે આવ્યા છે.

આપને જણાવીએ કે, રાજકોટમાં અત્યારે કોરોનાના નવા ૬૧ કેસ એક્ટિવ છે. જે ૬૧ માંથી ૧૮ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જો કે, અત્યારે ૪૩ દર્દીઓ સારવાર હેઠળ છે. લોકોને સાવચેત રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

બીજી તરફ અમદાવાદમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૭૧ કેસ નોંધાયા છે તેમજ ૧ દર્દીનું મોત થયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ ૨૦ વર્ષીય યુવકનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૪૦૧ પર પહોંચી છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૯૫ કેસ નોંધાયા છે.