ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. કોરોનાના ૧૦૫ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૫૧ જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જો કે ૫૪ દર્દીઓ સાજા થઈ ગયા છે.

બીજી તરફ અમદાવાદમાં કોરોનાથી ૧૬ વર્ષની કિશોરીનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. કિશોરી ૪ જૂનથી સોલા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. કોરોનાની લાંબી સારવાર બાદ કિશોરીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સોલા હોસ્પિટલમાં કિશોરીને સારવારમાં રેમડેસીવીર અને ટોસીલીઝુમેબ આપ્યા બાદ પણ કિશોરીનું મોત નિપજ્યું છે.કોરોનાના કેસ આખા દેશમાં વધી રહ્યા છે. ત્યારે  સાઈટ પર જણાવેલા આંકડા અનુસાર ગુજરાતમાં કુલ ૯૮૦ જેટલા કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે ૧૫૮ જેટલા કોરોનાના કેસ નવા નોંધાયા છે. જો દેશની વાત કરીએ તો ૬૪૯૧ જેટલા એક્ટિવ કેસ છે. તેમાંથી ૬૮૬૧ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી કુલ ચાર લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧, જૂનાગઢમાં ૧, દેવભૂમિ દ્વારકા ૧ અને ભાવનગરમાં ૧ મોત સાથે કુલ ચાર લોકોના મોત થયા છે.રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ ૬૧૦૯ કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. ૧૪૨ લોકો વેન્ટીલેટર પર છે. ૫૯૬૭ લોકો સ્ટેબલ છે. ૮,૦૬,૧૯૩ લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે.