શ્રી ખોડલધામ સાઉથ ઝોન સમિતિ-રાજકોટ અને શ્રી ખોડલધામ નોર્થ-વેસ્ટ ઝોન સમિતિ-રાજકોટ દ્વારા ૧૯મી ડિસેમ્બર ને રવિવારે જુદા-જુદા બે સ્થળે ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહેનાર છે. આ સ્નેહમિલન કાર્યક્રમમાં સાઉથ, નોર્થ ઝોન અને વેસ્ટ ઝોનમાં રહેતા તમામ લેઉવા પટેલ પરિવારને પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સ્નેહમિલન કાર્યક્રમને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.