રાજકોટમાં આખેઆખી બોગસ સ્કૂલ ઝડપાઈ છે,આ સ્કૂલ પાસે સ્કૂલ ચલાવવાની પરવાનગી નથી અને સાથે બીયુ અને ફાયર એનઓસી પણ નથી. રાજકોટના મવડી વિસ્તારમાં ગેરકાયદસેર બાંધકામવાળી ત્રણ માળની સ્કૂલનો પર્દાફાશ થયો છે.
મવડી વિસ્તારમાં સૌથી મોટી બેદરકારી સામે આવી છે જેમાં સ્કૂલના સંચાલક પાસે ના તો બીયુ પરમિશન છે ના તો ફાયર એનઓસી છે તેમ છતાં સ્કૂલ ધમધમી રહી છે.ફાયર વિભાગ પાસે કોઈ પરમિશન લેવામાં આવી નથી અને શાળા ધમધમી રહી છે.આ સ્કૂલમાં કોઈ પણ જાતની પરમિશન છે નહી. બીજી તરફ દોઢ વર્ષમાં મનપાએ એક જ વાર સ્કૂલને નોટિસ ફટકારીને સંતોષ માની લીધો છે.રાજકીય વગ અને વહીવટી સેટિંગ હોવાની ચર્ચા ચાલી રહી છે
મવડી વિસ્તારમાં આવેલી આ શાળાની વાત કરવામાં આવે તો આ શાળામાં ૬૦૦ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેની સાથે સાથે શાળાના સંચાલકો દ્રારા બિંદાસ રીતે શાળાને ચલાવવામાં આવી રહી છે,શાળામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર રહેશે તે પણ સવાલ છે. એટીપીઓએ જણાવ્યું હતું કે બાંધકામ તોડી પડાશે.ટીઆરપી ગેમ ઝોનની જેમ એક પણ પ્રકારની પરમિશન આ સ્કૂલ પાસે નથી છતાં પણ સ્કૂલ ચાલી રહી છે.કોઈ રાજકીય વગ કે મનપાના અધિકારીઓ વહીવટ કરી રહ્યા છે તે પ્રશ્ન છે. મનપાના અધિકારીઓ ખિસ્સા ગરમ કરાતા હોવાની ચર્ચા બજારમાં ચાલી રહી છે.
રાજકોટ અગ્નીકાંડ બાદ રાજકોટ મનપા તંત્ર એલર્ટ તો થયું છે પણ બધી રીતે ચેકિંગ કરવામાં આવતું નથી તે સાબિત થઈ ગયું છે, એક તરફ ગરબા આયોજકોને પરમિશન આપતા નથી અને બીજી તરફ આખેઆખી શાળા ગેરકાયદેસર ધમધમી રહી છે.