ગુજરાતની પ્રથમ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (છૈંંસ્જી) રાજકોટના સદસ્ય તરીકે કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલા તેમજ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે સરકાર દ્વારા રાજકોટ સહિત કુલ ૯ એઇમ્સના ૧૮ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. દેશની પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થા એટલે કે એઇમ્સમાં સ્વાસ્થ્ય લગતા નિર્ણયો લેવામાં ગેનીબેન ઠાકોર પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. કેન્દ્ર સરકાર દ્વારા આજે એક સાથે કુલ ૯ એઈમ્સના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતની પ્રથમ એઇમ્સ એટલે રાજકોટ એઇમ્સમાં સભ્ય તરીકે પરષોત્તમ રૂપાલા અને ગુજરાતના એક માત્ર કોંગી સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે.